ગર્જતા ફાઇટર વિમાનો, ધણધણતા સ્ટ્રાઈક રોકેટ્સ અને આધુનિક ડ્રોન શક્તિ સાથે પોખરણમાં ભારતની સૈન્ય તાકાતનો મહાશક્તિ પ્રદર્શન અગ્નિવર્ષા કવાયતથી શત્રુઓને કડક ચેતવણી અને વિશ્વને ભારતની અપરાજિત શક્તિનો પરચો

રાજસ્થાનના પોખરણની ધરતી પર ફરી એકવાર ભારતની સૈન્ય શક્તિનો ગર્જતો અવાજ સંભળાયો… ભારતીય વાયુસેનાના વિરોએ આકાશમાં અગ્નિવર્ષા જેવી ધણધણાટી સાથે દેશની પ્રચંડ તાકાતનું અદભુત પ્રદર્શન કરીને સમગ્ર વિશ્વને ભારતની સશક્ત સૈન્ય ક્ષમતાનો પરચો આપ્યો.

‘અગ્નિવર્ષા’ નામની આ ભવ્ય કવાયત દરમિયાન આધુનિક યુદ્ધની નવી ટેક્નોલોજી અને સશસ્ત્ર શક્તિનું જીવંત દૃશ્ય જોવા મળ્યું. નેટવર્ક-સક્ષમ કમાન્ડ અને નિયંત્રણ સિસ્ટમ દ્વારા લશ્કરી દળોની ઝડપી અને ચોક્કસ કામગીરી કેવી રીતે શક્ય બને છે તે સ્પષ્ટ રીતે રજૂ થયું, જે આજના આધુનિક યુદ્ધક્ષેત્રમાં નિર્ણાયક સાબિત થાય છે.

આકાશમાં તેજસ, રફેલ અને અન્ય ફાઇટર વિમાનોના ગર્જતા કરતબો દર્શકોને મંત્રમુગ્ધ કરી ગયા. AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર અને HAL ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા શક્તિ અને ચોકસાઈનો અનોખો સમન્વય જોવા મળ્યો. માનવરહિત હવાઈ ડ્રોન્સ અને મિશન-સક્ષમ આધુનિક વાયુ પ્રણાલીઓએ ભારતની ટેક્નોલોજીકલ પ્રગતિનું જીવંત પ્રતિબિંબ રજૂ કર્યું.

ભૂમિ પર પણ તાકાતનો ધડાકો જોવા મળ્યો — T-90 યુદ્ધ ટેન્ક, બોફોર્સ આર્ટિલરી સિસ્ટમ અને K-9 વજ્ર સ્વ-સંચાલિત હોવિત્ઝર દ્વારા મજબૂત હુમલાખોર ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું. સ્ટ્રાઈક રોકેટ્સ અને આધુનિક આર્ટિલરી સિસ્ટમોની ગર્જના સાથે ભારતની સંયુક્ત સૈન્ય શક્તિનો અનોખો નજારો ઉભો થયો.

આ કાર્યક્રમની વિશેષતા તરીકે પ્રથમ વખત ભવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય વાયુસેનાની પ્રતિકૃતિઓ આકાશમાં સર્જાઈ અને દર્શકોના હૃદયમાં દેશભક્તિની લાગણી વધુ પ્રગટ થઈ.

ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ, રાજસ્થાનના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કવાયત માત્ર પ્રદર્શન નહીં, પરંતુ ભારતની સુરક્ષા, તૈયારી અને અડગ સંકલ્પનો શક્તિશાળી સંદેશ બની રહી.

Leave a Comment