
વેરાવળ બંદર વિસ્તારમાં આવેલ દુકાનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે સતૅક- ઝડપી પહોંચી કાબુમાં લીધી

સોમનાથ, મહેશ પી. વાજા, એબીએનએસ: વેરાવળ બંદર વિસ્તારમાં જેટી ઉપર આવેલ પેટ્રોલ પંપ સામેની એક દુકાનમાં ગત રાત્રે બે વાગ્યે અચાનક આગ લાગતા જેની જાણ વેરાવળ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા ફાયર બ્રિગેડ સ્ટાફ જીતેન્દ્રસિંહ ગોહિલ વિક્રમ ખટાણા તથા ભાવેશ ચાવડા તાત્કાલિક આગ બુઝાવવાના બે વાહનો લઇ પહોંચી જઈ આગને કાબુમાં લીધેલ આગમાં દુકાનનો સંપૂર્ણ માલ સામાન બળી ગયેલ છે પ્રાથમિક અનુમાન મુજબ અંદાજિત 3 લાખ રૂપિયાનું નુકસાન થવા પામેલ છે





