
સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે સોમનાથથી ઐતિહાસિક શરૂઆત, ભક્તિરસમાં તરબોળ બન્યા હજારો શ્રદ્ધાળુઓ!
ABNS:- મહેશ વાજા (પ્રભાસ પાટણ) ભારતની આધ્યાત્મિક પરંપરા, સનાતન સંસ્કૃતિ અને ભક્તિના અનંત પ્રવાહનું પ્રતિક ગણાતા પવિત્ર સોમનાથ ધામમાં આ દિવસોમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચેતનાનો અદભુત માહોલ સર્જાયો છે. પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી શ્રીમદ ભાગવત કથાએ હજારો ભાવિકોના હૃદયમાં ભક્તિની નવી જ્યોત પ્રગટાવી છે. દેશ અને વિશ્વમાં પોતાની કથાઓ દ્વારા લાખો શ્રોતાઓને આધ્યાત્મિક માર્ગે પ્રેરિત કરનાર સુપ્રસિદ્ધ કથાકાર દેવકીનંદન ઠાકુરની દિવ્ય વાણીથી સમગ્ર કથામંડપ ભક્તિરસથી છલકાઈ રહ્યો છે. સોમનાથ મહાદેવના પવિત્ર ભટાંગણમાં તારીખ 29
























