દેશની વૈશ્વિક પ્રતિષ્ઠા સામેના નિવેદનનો કડક વિરોધ વેરાવળ ટાવરચોક ખાતે ભાજપ મહિલા મોરચા અને કાર્યકર્તાઓનો તીવ્ર પ્રહાર

વેરાવળ ખાતે રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપ મહિલા મોરચાનો તીવ્ર પ્રહાર દેશના ગૌરવની રક્ષા માટે ઉગ્ર વિરોધ, ગર્જ્યા દેશપ્રેમના નારા

ગીર સોમનાથ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તથા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજે વેરાવળના ટાવરચોક ખાતે દેશના ગૌરવ અને સન્માનની રક્ષા માટે જોરદાર અને ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. દેશની વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી રીતે કરવામાં આવેલા નિવેદનો સામે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કાર્યકર્તાઓએ એકતા અને દેશભક્તિનો મજબૂત સંદેશ આપ્યો હતો.

વિરોધ કાર્યક્રમ દરમિયાન મહિલા મોરચાની બહેનો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અનશન સાથે જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને દેશવિરોધી માનસિકતા દર્શાવતા નિવેદનો સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. “દેશનો અપમાન સહન નહીં થાય”, “ભારતની શાન સાથે રમખાણ નહીં ચાલે”, અને “દેશપ્રેમ સર્વોપરી” જેવા ગર્જતા નારાઓથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના ઉમંગથી ગુંજી ઉઠ્યો હતો.

કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ અને પ્રગતિના નવા આયામ સર કરી રહ્યું છે, ત્યારે દેશની પ્રતિષ્ઠાને ખોટી રીતે રજૂ કરવી એ માત્ર રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ નહીં પરંતુ દેશના કરોડો નાગરિકોની લાગણીઓ સાથે અન્યાય સમાન છે. દેશને આંતરરાષ્ટ્રીય મંચ પર નબળું બતાવવાના કોઈપણ પ્રયાસો સામે સશક્ત અવાજ ઉઠાવવામાં આવશે અને આવી ગેરજવાબદાર રાજનીતિને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે.

મહિલા મોરચાના આગેવાનો દ્વારા ભારપૂર્વક જણાવાયું હતું કે દેશની અખંડિતતા, સ્વાભિમાન અને સંસ્કૃતિની રક્ષા માટે દરેક કાર્યકર્તા સજ્જ છે. દેશના ગૌરવને ઠેસ પહોંચાડતા નિવેદનો સામે કડક વલણ અપનાવવું સમયની માંગ છે અને દેશપ્રેમી નાગરિક તરીકે દરેક વ્યક્તિએ આવી બાબતો સામે અવાજ ઉઠાવવો જોઈએ.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો એ જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં પણ દેશવિરોધી વિચારધારાને પ્રોત્સાહન આપતા નિવેદનો કરવામાં આવશે તો વધુ વ્યાપક અને શક્તિશાળી આંદોલન હાથ ધરવામાં આવશે. ભાજપ મહિલા મોરચા તથા કાર્યકર્તાઓ દેશના સન્માન માટે અડગ સંકલ્પ સાથે સતત સક્રિય રહેશે અને દેશની છબીને નુકસાન પહોંચાડતા કોઈપણ પ્રયાસોને કડક રીતે પડકારશે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ પરંતુ તીવ્ર અને સંકલ્પબદ્ધ વાતાવરણ જોવા મળ્યું હતું. દેશપ્રેમ અને એકતાના સંદેશ સાથે કાર્યકર્તાઓએ ભારતના ગૌરવની રક્ષા માટે પોતાનો અડગ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

મૌલિક ઝણકાટ (ગીર સોમનાથ)

Leave a Comment