સમયસર કરચુકવણી નહીં તો કાર્યવાહી નિશ્ચિત! સુત્રાપાડા નગરપાલિકાનો સ્પષ્ટ સંદેશ 31 માર્ચ પહેલાં બાકી તમામ કરવેરા ભરવા નાગરિકોને કડક અનુરો

સુત્રાપાડા શહેરના તમામ નાગરિકો માટે નગરપાલિકા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ અને ગંભીર સૂચના જાહેર કરવામાં આવી છે. શહેરના વિકાસ અને જાહેર સુવિધાઓને મજબૂત બનાવવા માટે બાકી રહેલા તમામ પ્રકારના કરવેરા તા. 31 માર્ચ 2026 પહેલાં ભરવા નાગરિકોને કડક અપીલ કરવામાં આવી છે

નગરપાલિકા દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે મિલ્કત કર, પાણી કર, સફાઈ કર તેમજ અન્ય લાગુ પડતા તમામ શુલ્કો લાંબા સમયથી બાકી રાખનાર નાગરિકોએ હવે કોઈ બહાનું વગર તાત્કાલિક ચૂકવણી કરવી જરૂરી છે. શહેરની સ્વચ્છતા, માર્ગ સુવિધાઓ, પાણી પુરવઠો અને વિકાસકાર્યો માટે કરવેરાની સમયસર વસુલાત અત્યંત જરૂરી છે કારણ કે નાગરિકોની જવાબદારી જ શહેરની પ્રગતિનું મૂળ છે.

તંત્રએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ બાકીદારો સામે નિયમ મુજબ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં દંડ, વસુલાત કાર્યવાહી અથવા અન્ય સત્તાવાર પગલાં લેવામાં આવી શકે છે. તેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિથી બચવા માટે નાગરિકોએ છેલ્લી તારીખ પહેલાં જ પોતાની બાકી રકમ નગરપાલિકા કચેરીમાં અથવા નિર્ધારિત પદ્ધતિથી જમા કરાવી દેવી.

નગરપાલિકા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કરચુકવણી માત્ર ફરજ નથી, પરંતુ શહેરના ભવિષ્ય માટેની જવાબદારી છે. દરેક નાગરિક સમયસર પોતાની ફરજ નિભાવે તો જ સ્વચ્છ, સુવિધાસભર અને વિકાસશીલ સુત્રાપાડાનું સ્વપ્ન સાકાર થઈ શકે.

આથી તમામ શહેરીજનોને ફરી એકવાર મજબૂત અપીલ કરવામાં આવે છે કે તા. 31 માર્ચ 2026 પહેલાં બાકી કરવેરા ચૂકવીને નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવો અને શહેરના સર્વાંગી વિકાસમાં સક્રિય સહભાગી બનો.

વજેસિંહ બારડ (સુત્રાપાડા)

Leave a Comment