વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો શિખરને સ્થાન પહેલી એપ્રિલ થી ત્રિશુલ સોશિયલ મીડિયા માં તો કાર્યરત કરી દેવાયો

પ્રભાસ પાટણ ભારતના બાર જ્યોતિર્લિંગ પ્રથમ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે તેની સ્થાપના થી અત્યાર સુધી ચાલ્યા આવતો શિખર વાળો લોગો 77 વર્ષ બાદ હવે વિદાય લે છે અને ટ્રસ્ટે નવા લોગો તરીકે ત્રિશુલ પસંદ કરેલ છે નવો પસંદ કરાયેલો અને એક એપ્રિલ થી વિધિવત કાર્યાન્વિત થનાર આ નવા આ લોગોનો પ્રથમ ઉપયોગ ટ્રસ્ટ સંચાલિત સોશિયલ મીડિયામાં તેમજ ટ્રસ્ટ તરફથી નૂતન રામ મંદિરે યોજના રામનવમી ઉત્સવ ના જાહેરાત બોર્ડમાં દર્શાવેલ છે

સોમનાથ મંદિરની રચના માટે સરદાર વલ્લભભાઈ પટેલે 1949 ની 18 મી ઓક્ટોબરે શ્રી સોમનાથ ટ્રસ્ટની પ્રથમ ટ્રસ્ટીઓ નિમણૂક કરી ત્યારથી ટ્રસ્ટના તમામ પત્ર વ્યવહારોમાં સાઈન બોર્ડમાં અને ટ્રસ્ટના તમામ જાતના લેખિત વ્યવહારમાં વાપરવામાં આવતો હતો જુના વિદાય લેતા લોગોમાં સોમનાથ મંદિરનું જે શિખર દેખાડાયું છે તે સોમનાથના વર્તમાન મંદિરની ઊંચાઈ ભૂમિતળતથી શિખર સુધી 155 ફૂટ છે અને તેના ઉપરનો ધ્વજ દંડ ૩૧ ફુટ છે તથા ધ્વજ દંડની પરિઘી એક ફૂટ છે ધ્વજ 104 ફૂટનો છે

નવા લોકોમાં દર્શાવાયેલ ત્રિશુલ ભગવાન શિવનું આ યુઘ છે અને તેનો ધાર્મિક મહિમા છે બનારસ કાશી વિશ્વનાથમાં પણ ત્રિશુલ અંગે પૈરાણીક ધાર્મિક કથા છે સોમનાથ મંદિર પટાંગણમાં સમુદ્ર તટે દક્ષિણ ધ્રુવસ્થંભમાં પણ કાયમી ત્રિશુલ દર્શાવેલું છે આ ઉપરાંત તાજેતરમાં જે સોમનાથ ખાતે યોજાયેલ સ્વાભિમાન પર્વ માટે ચિત્રો લગાવ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા

Leave a Comment